/connect-gujarat/media/post_banners/618d05a40d6fe7876dd19335489906958d34bb5abb060782ee8c05f60b9f601d.jpg)
જામનગર સ્પેશલ ઓપરેશન ગ્રૂપની ટીમે એમ.ડી. ડ્રગના જથ્થા સામે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જામનગર શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે આવેલી હોટેલમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ થઇ રહી હોવાની સ્પે.ઓપરેશન ગ્રૂપને માહિતી મળી હતી. જે માહિતીના આધારે એસઓજી સહિતની ટીમે ગુપ્તતા રાખી ગુરુવારે સવારે બાતમી મુજબની હોટેલમાં દરોડા પાડ્યા હતા.દરોડા દરમિયાન શંકાસ્પદ જણાતા બે શખ્સને સકંજામાં લીધા હતા. અને તેઓના રૂમમાંથી લાખો રૂપિયાની કિંમતના ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં પકડાયેલું ડ્રગ્સ એમ.ડી. અને હેરોઇન હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ડ્રગ્સ ક્યા પ્રકારનું છે તે જાણવા એફએસએલ અધિકારીઓને પણ હોટેલ પર બોલાવાયા છે. સવારે પડેલા દરોડાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. જોકે, સત્તાવાર રીતે પોલીસ તંત્રએ હજુ કોઇ વિગતો જાહેર કરી નથી, પરંતુ લોકોની સતત અવરજવર વાળા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસના મોટા કાફલાને જોઇ લોકોમાં પણ કુતૂહલ જાગ્યું છે.