જામનગર : બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો...

કુખ્યાત સાયચા ગેંગ પર તંત્રની મોટી તવાઈ બોલાવવામાં આવી છે. બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
જામનગર : બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો...

જામનગર શહેરમાં કુખ્યાત સાયચા ગેંગ પર તંત્રની મોટી તવાઈ બોલાવવામાં આવી છે. બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગરના બેડી વિસ્તારમાં માફિયા સાયચા ગેંગની કરોડોની કિંમતની 28 હજાર ફૂટ પર ગેરકાયદે ખડકાયેલી 6 જેટલી મિલકતો આજે જમીનદોસ્ત કરવ તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે બેડી, માધાપર ભુંગા અને જોડિયભુંગા સહિતના વિસ્તારમાં કુલ 55 હજાર ગેરકાયદે બાંધકામ દૂર કરાશે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત રહયા હતા આ સાથે જામનગર શહેર મામલતદાર અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓ દ્વારા ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરાય હતી. તમામ મિલકતો પર બુલ્ડોઝર ફેરવવાનું શરૂ કરાયું હતું, કુખ્યાત સાયચા ગેંગની ગેરકાયદે દુકાનો અને મકાનો સહિતની સંપત્તિનું ડીમોલિશનની કાર્યવાહી કરાય રહી છે. જિલ્લા પોલીસવડા સહિતનો કાફલાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, બેડી વિસ્તારમાં અગાઉ પણ તંત્ર દ્વારા સાયચા ગેંગની કરોડોની કિંમતના ગેરકાયદે બંગલાઓના દબાણ દૂર કરાયા હતા.

Latest Stories