/connect-gujarat/media/post_banners/c39a4d9f53ced7145464456ff69459043610cf1af277118193ee32f5e1655154.jpg)
જામનગર ઉતરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ વૃધ્ધાશ્રમ અને અંધાશ્રમમાં ફટાકડા ફોડી વૃધ્ધો અને અંધજનોને મીઠાઇ આપી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી
જામનગર ઉતરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પોતાની સાદગી માટે હરહમેશ જાણીતા છે ત્યારે તેઓએ પોતાના પરિવાર સાથે વૃધ્ધાશ્રમ અને અંધાશ્રમમાં દિવાળીની ઉજવણી કરી હતી.ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેના પરિવાર દ્વારા શહેરના રણજીતસિંહજી નિરાધાર આશ્રમ અને વૃધ્ધાશ્રમ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ ફટાકડા ફોડયા અને મીઠાઇ પણ આપી વૃધ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા ઉપરાંત પ્રજ્ઞાચક્ષુઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી