જામનગર : મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયુ,294 મકાનોના દબાણો દૂર કરવાની કાર્યવાહીથી ફફડાટ

ડિમોલેશનમાં મનપાના 100થી વધુ કર્મચારીઓ જોડાયા છે, અને 100થી વધુ પોલીસકર્મીઓ ના કાફલા સાથે 12 જેસીબી,3 હિટાચી અને 12 ટ્રેક્ટર સહિતની મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો

New Update
  • મનપાની મેગા ડિમોલેશનની કાર્યવાહી

  • બચુ નગરમાં શરૂ કરવામાં આવી કાર્યવાહી   

  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા

  • 294 મકાનોના દબાણો પર ચાલ્યું બુલડોઝર

  • તંત્રની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુ નગર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.294 જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરીને અંદાજે 200 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહીને પગલે દબાણ કરતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ કામગીરીમાં મનપાના 100થી વધુ કર્મચારીઓ જોડાયા છેઅને 100થી વધુ પોલીસકર્મીઓ ના કાફલા સાથે 12 જેસીબી,3 હિટાચી અને 12 ટ્રેક્ટર સહિતની મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતીઅને ગત એપ્રિલ માસથી શરૂ થયેલી આ કાર્યવાહી આજે અંતિમ તબક્કામાં છે.ખાસ કરીને બચુ નગર વિસ્તારમાં અંદાજે 294 જેટલા મકાનો ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા હોવાથી તે તમામ દબાણો ખાલી કરી દેવા માટેની તમામ પ્રકારની અંતિમ નોટિશો આપી દેવામાં આવી હતીઅને માલ સામાન કાઢવા માટેની પણ મહેતલ અપાઈ હતીજે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગયા બાદ આજે સવારથી મેગા ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

Read the Next Article

“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી

New Update

ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ

ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છેત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથેએક ટીપું પાણી નહીંએક ઇંચ જમીન નહીંના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.

તો બીજી તરફગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.