Connect Gujarat
ગુજરાત

જામનગર: મહાનગરપાલિકા દ્વારા રૂ. 11 કરોડથી વધુના વિકાસના કાર્યોને અપાય મંજૂરી,જુઓ કયા પ્રકલ્પો નિર્માણ પામશે

જામનગર મહાનગર પાલિકાની બેઠક યોજાય, વિકાસના વિવિધ કાર્યો માટે અપાય મંજૂરી

X

જામનગર મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 11.45 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં વેસ્ટના નિકાલ અંગે રૂપિયા 7.50 કરોડ અને વોર્ડ નંબર 16માં આરસીસી કેનાલ બનાવવા રૂપિયા 3.95 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા નવા વર્ષના પ્રારંભે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની, આસી, કમિશનર કોમલ પટેલ સહિત 10 સભ્ય ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સોલીડ વેસ્ટ શાખા હસ્તક પ્રોસેસિંગ ઓફ લિગેસી નિકાલ અંગે દરખાસ્તમાં રૂપિયા 7.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે જ્યારે પંદરમાં નાણાપંચની ગ્રાન્ટ આધારિત વોર્ડ નંબર 16માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ આરસીસી કેનાલ બનાવવા અંતે રૂપિયા 3.75 કરોડની દરખાસ મંજૂર કરવામાં આવી હતી આમ કુલ 11 કરોડ 45 લાખ ની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

Next Story