Connect Gujarat
ગુજરાત

જામનગર : એક તરફ CMની બેઠક, તો બીજી તરફ કોંગી આગેવાનોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ પછી શું થયું..!

રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલા લમ્પી વાઇરસના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જામનગર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

X

રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલા લમ્પી વાઇરસના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જામનગર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ પોતાના શરીર પર કેરોસિન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી.

હાલ લમ્પી વાઇરસના કારણે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જામનગર પ્રવાસે આવ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીએ ગૌશાળાની મુલાકાત લઈ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક ચાલી જ રહી હતી, તે દરમ્યાન જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા કોંગી કાર્યકરો સહિત કલેક્ટર કચેરી ધસી આવ્યા હતા, જ્યાં દિગુભા જાડેજા દ્વારા પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીઓ તેમજ કર્મીઓએ તાત્કાલિક દોડી આવી દિગુભા જાડેજાને પકડી આત્મવિલોપનના પ્રયાસ નાકામ બનાવ્યો હતો. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે હોબાળો મચતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતા. ઘટનાની જાણ થતાં એસપી પ્રેમસુખ ડેલું અને નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. દિગુભા જાડેજાની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા, ત્યારે ભારે હોબાળો મચતા પોલીસે બન્ને કોંગી આગેવાનોની ટિંગાટોળી સાથે અટકાયત કરી હતી.

Next Story