Connect Gujarat
ગુજરાત

જામનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS વાલસુરાનું પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરના વાલસુરા નેવી મથક ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ સેરેમનીમાં હાજર રહ્યા હતા

X

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરના વાલસુરા નેવી મથક ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ સેરેમનીમાં હાજર રહ્યા હતા, જ્યાં તેઓના હસ્તે INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે તેઓ જામનગર ખાતે આવી પહોચ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિએ નેવી મથક વાલસુરા ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ સેરેમનીમાં હાજરી આપી હતી, જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે ઔપચારિક પરેડ નિહાળી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ પૂનમ માડમ સહિત જામનગરના મેયર બીના કોઠારી, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિનું ઉષ્માપૂર્ણ અભિવાદન કર્યું હતું.

Next Story