જામનગર : જરૂરિયાતમંદો વ્હારે આવ્યો સતવારા સમાજ, સમૂહ લગ્નોત્સવમાં 22 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા

જામનગરમાં વસંત પંચમી નિમિતે સતવારા સમાજ ગુલાબનગર દ્વારા છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
જામનગર : જરૂરિયાતમંદો વ્હારે આવ્યો સતવારા સમાજ, સમૂહ લગ્નોત્સવમાં 22 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા

જામનગરમાં વસંત પંચમી નિમિતે સતવારા સમાજ ગુલાબનગર દ્વારા છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનની નવી શરૂઆત કરી હતી.

જામનગરના ગુલાબનગર સતવારા સમાજની વાડી ખાતે આજે વસંત પંચમી નિમિતે 24મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સતવારા સમાજ ગુલાબનગર દ્વારા છેલ્લા 24 વર્ષથી સમાજની જરૂરિયાતમંદ દીકરીઓના માતા-પિતા ઓછા ખર્ચે અને તમામ સુવિધા સાથે લગ્નોત્સવ ઉજવી શકે તેવા હેતુથી આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે સતવારા સમાજના પ્રમુખ અને સમૂહ લગ્ન સમિતિના પ્રમુખના અધ્યક્ષ સ્થાને 22 નવયુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવયુગલોએ આજે પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રિવાબા જાડેજા, સુરેન્દ્રનગરના ધારાસભ્ય જગદીશ મકવાણા, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, મેયર બિના કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર સહિત સતવારા સમાજના આગેવાનો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories