જામનગર : રૂ. 226 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રીજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું...

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગર ખાતે રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું

New Update
  • સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રીજનું કરાયું નિર્માણ

  • રૂ. 226 કરોડના ખર્ચે નિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ

  • રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું

  • ફ્લાયઓવરના નિર્માણથી વાહનવ્યવહારની સુવિધામાં વધારો

  • પ્રભારી મંત્રીરાજ્યમંત્રીસાંસદ સહિતના મહાનુભાવોની હાજરી 

જામનગર શહેરના સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશનગ્રેઇન માર્કેટબેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થવા જઈ રહ્યું છેત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 226 કરોડના ખર્ચે નિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગર ખાતે રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીના આ ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3,750 મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન 16.50 મીટરનો છેજ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન 8.40 મીટરના છે. આ ફ્લાયઓવરનું નિર્માણ થવાથી જામનગરના નાગરિકોને દ્વારકારિલાયન્સનયારા, GSFC તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે.

મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલ આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાશિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાસાંસદ પૂનમ માડમમેયર વિનોદ ખીમસૂર્યાજિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસરમહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવી ઠક્કરધારાસભ્ય સર્વ મેઘજી ચાવડાદિવ્યેશ અકબરીડેપ્યુટી મેયર ક્રિષ્ના સોઢાસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરાજિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદીજિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુપોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories