/connect-gujarat/media/post_banners/0ce12a1f08737002724acec9809c1fab72299a93377dc7865e1d58bfb03a7b49.jpg)
જામનગરના આંગણે રાજય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરના 400 ખેલાડીઓએ ભાગ લીધો છે ચાર દિવસ સુધી ચાલનારી બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો
જામનગરમાં તારીખ 25થી 28 મે સુધી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે જામનગર ડિસ્ટ્રિકટ બાસ્કેટબોલ એશોસીએશન દ્વારા આયોજિત તથા એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જે ટુર્નામેન્ટનો સાંસદ પૂનમ માડમે પ્રારંભ કરાવ્યો હતો. જામનગરના આંગણે સૌપ્રથમ વાર યોજાવા જઈ રહેલ આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 400 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે.આ પ્રસંગે મેયર બીના કોઠારી, ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા