Connect Gujarat
ગુજરાત

જામનગર : RTE યોજના હેઠળ ભણતા વિદ્યાર્થીઓને છેલ્લા 6 વર્ષથી નથી મળી વાર્ષિક સહાય : NSUI

જામનગરમાં તંત્રની ભૂલના કારણે RTE હેઠળ ભણતા ગરીબ વિદ્યાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો છે.

X

જામનગરમાં તંત્રની ભૂલના કારણે RTE હેઠળ ભણતા ગરીબ વિદ્યાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. જેમાં 48 જેટલા વિદ્યાર્થીઓને મળવાપાત્ર રૂપિયા 3 હજારની વાર્ષિક સહાય વર્ષ 2017થી લઈને આજ દિન સુધી નહીં મળતા NSUI દ્વારા શિક્ષણ વિભાગને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જામનગર NSUI દ્વારા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, RTE યોજના હેઠળ વર્ષ 2017-18ના 41 વિદ્યાર્થીઓ, વર્ષ 2019ના 4 વિદ્યાર્થીઓ અને 2019-20ના 3 વિદ્યાર્થીઓને આજ દિન સુધી દર વર્ષે RTE યોજના હેઠળ મળવાપાત્ર રૂપિયા 3 હજારની વાર્ષિક સહાય મળી નથી. જે તે સમયે શાળા દ્વારા વિદ્યાર્થીઓની બેન્ક ડિટેલ અપલોડ કરી જ ન હતી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પણ તે સમયે યોગ્ય નિરાકરણ લાવી શકાયું ન હતું, ત્યારે આ ભૂલના કારણે RTE હેઠળ અભ્યાસ કરતાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ગ્રાન્ટથી વંચિત રહેવું પડ્યું છે. આ ગ્રાન્ટની રકમ અંદાજે 7 લાખ જેવી થઈ રહી છે, ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને ગ્રાન્ટની ચુકવણી કરવાની માંગ સાથે NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા શિક્ષણ વિભાગને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story