જામનગર:આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયથી રાજયમાં હડ્કંપ, રાજ્યની 23 આયુર્વેદ કોલેજમાંથી 10 કોલેજના જોડાણ કરાયા રદ

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયથી રાજયમાં હડ્કંપ મચી ગયો છે.આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની 23 આયુર્વેદ કોલેજમાંથી 10 કોલેજના જોડાણ રદ કરી દીધા છે

જામનગર:આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયથી રાજયમાં હડ્કંપ, રાજ્યની 23 આયુર્વેદ કોલેજમાંથી 10 કોલેજના જોડાણ કરાયા રદ
New Update

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયથી રાજયમાં હડ્કંપ મચી ગયો છે.આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની 23 આયુર્વેદ કોલેજમાંથી 10 કોલેજના જોડાણ રદ કરી દીધા છે અને રાજ્યને 540 આયુર્વેદ બેઠકનું નુકશાન થયું છે

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ ચાલુ વર્ષે રાજ્યની નવ કોલેજોના જોડાણ એક સાથે રદ કરી દીધા છે જેમના એફિલિએશન રદ થયા છે તેમાં ગાંધીનગર, વડનગર, વિસનગર, રાજકોટ, મહીસાગર અને પંચમહાલની આયુર્વેદ કોલેજો છે.આયુર્વેદ યુનિવર્સિટીના આ પગલાથી ગુજરાતની 540 આયુર્વેદ બેઠક ઘટી ગઈ છે સામાન્ય રીતે જોડાણ રદની પ્રક્રિયામાં પહેલા યુનિવર્સિટી ક્વેરી આપે તેનું હિયરિંગ થાય અને પછી કોલેજ ઇચ્છે તો બોર્ડ ઓફ ગવર્નન્સ પાસે અપીલમાં પણ જઇ શકે છે બાદમાં આ અંગે આખરી નિર્ણય લેવાતો હોય છે પરંતુ આ વખતે જે નવ કોલેજોનું જોડાણ રદ કરાયું છે તેમને ક્વેરી સાથે જ જોડાણ રદ કર્યાનું પત્ર પાઠવી દેવાતા હોબાળો મચી ગયો હતો

#Connect Gujarat #beyondjustews #State #Jamnagar #Cancelled #Ayurveda University #affiliation #10 colleges
Here are a few more articles:
Read the Next Article