Connect Gujarat
ગુજરાત

જામનગર: માઁ અંબાની ભક્તિના રંગમાં રંગાવા ગરબીના આયોજનને અપાયો આખરી ઓપ

આવતીકાલથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ, નવરાત્રીની તૈયારીને અપાય રહ્યો છે આખરી ઓપ

X

આવતીકાલથી માતાજીના નવલા નોરતાની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે છોટીકાશીથી પ્રસિધ્ધ જામનગર શહેરમાં અનેક સ્થળોએ નવરાત્રીની તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જ્યારે સરકાર દ્વારા શેરી ગરબા થકી નવરાત્રી ઉજવવાની છૂટ અપાતાં માઈભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

માઁ અંબાની આરાધના કરવાનો પર્વ એટલે નવલી નવરાત્રી. માતાજીના નવલા નોરતાની આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે છોટીકાશી જામનગરની શેરી, ગલી અને મહોલ્લા વિસ્તાર સહિત ચોકમાં માતાજીની આરાધના કરવા માટે ગરબીના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નાની નાની બાળાઓએ છેલ્લા 3-4 મહિનાથી ગરબીની પ્રેક્ટિસ પણ શરૂ કરી છે, તો આયોજકો મંડપ અને લાઇટિંગની ગોઠવણીમાં જોતરાયા છે.

જોકે, કોરોના કાળના લાંબા સમય બાદ આ વર્ષે સરકાર દ્વારા નવરાત્રીની છૂટ અપાતા આયોજકો અને ગરબીની બાળાઓમાં ગરબી રમવાનો અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં છેલ્લા 57 વર્ષથી નવરાત્રીની ઉજવણી કરતા શ્રી અંબિકા ગરબી મંડળના આયોજકોએ સરકારનો આભાર માનતા જણાવ્યુ હતું કે, કોરોના મહામારી બાદ આ વર્ષે ગરબીના આયોજનને છૂટ આપવામાં આવતા તમામ ગરબા રસિકોમાં ખુશીની લહેર વ્યાપી છે.

Next Story