/connect-gujarat/media/post_banners/793c3b25ce16d399dae6b361c6d49f23d02bdd073aec2dd911044bd6d3b85bbf.webp)
જામનગર જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા 50 વર્ષ જૂના હોમગાર્ડ કચેરીના બિલ્ડિંગને રિનોવેશન કરવા ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડ કમાન્ડન્ટ સહિત જવાનો જોડાયા હતા.
જામનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે કચેરીનું 50 વર્ષ જૂના બિલ્ડીંગના રિનોવેશન કાર્યના ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં હોમગાર્ડ કચેરીનું બિલ્ડીંગ 50 વર્ષ જૂનું હોય અને કોઈ મરામત કરવામાં આવી ના હોય, જે આ વર્ષે પોલીસ આવાસની ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવ્યું હતું. હોમગાર્ડ કચેરી ખાતે શાસ્ત્રોકત વિધિવત ભૂમિપૂજન કરી બિલ્ડીંગના રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશ ભીંડી સહિત હોમગાર્ડના કર્મચારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.