જામનગરમાં મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા 200 જેટલી બહેનોને ધ કેરલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી. જેમાં ભારત-તિબ્બત સંઘના માધ્યમથી અલગ અલગ સંસ્થાની સભ્ય મહિલાઓ તેમજ સ્થાનિક નગરસેવકો જોડાયા હતા.
જામનગરમાં ભારત-તિબ્બત સંઘના પ્રદેશ મહિલા સચિવ અને ભાજપના મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા લવ જેહાદ ઉપર જાગૃતિનું કામ કરતી ધ કેરલા સ્ટોરી ફિલ્મ સ્થાનિક બહેનોને બતાવવામાં આવી હતી. મેહુલ સીનેમેક્સમાં યોજાયેલ ખાસ શોમાં જામનગરના પ્રભારી પલ્લવી ઠાકર, પૂર્વ મેયર અને પવન હંસના ડાયરેકટર અમી પરીખ, જામનગર કોલેજની વિદ્યાર્થીનીઓ, અલગ અલગ સંસ્થાઓની મહિલા હોદ્દેદારો તેમજ નગરસેવક બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જામનગરના ભાજપ પ્રભારી પલ્લવી ઠાકરે જણાવ્યું હતું કે, ભારત-તિબ્બત સંઘ જામનગર અને કોર્પોરેટર ડિમ્પલ રાવલને હું અભિનંદન પાઠવું છું, જેમણે લવ જેહાદ સામે અને કોલેજની યુવતીઓમાં જાગૃતતા લાવવા આ બીડું ઝડપ્યું છે. જેમાં 200થી વધુ બહેનોને આ ફિલ્મ વિનામુલ્યે બતાવવામાં આવી છે. આ તકે ભારત-તિબ્બત સંઘના પ્રદેશ મહિલા સચિવ અને કોર્પોરેટર ડિમ્પલરાવલે જામનગરની મહિલા સંસ્થાઓ અને યુવતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જામનગર ભારત-તિબ્બત સંઘના મહિલા અધ્યક્ષ પાયલ શર્મા, પૂર્ણિમા નંદા, દિશીતાબે પંડ્યા સહિતના બહેનોએ જહેમત ઉઠાવી હતી.