/connect-gujarat/media/post_banners/be2dcada1df6b37b220edca26ae1cb2fca7adbb857987a8b1e99bcc925751c2b.jpg)
જામનગરની ગુરૂગોવિંદસિંગ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 8 કરોડના ખર્ચે નવી ફાયર સેફટી સિસ્ટમનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હોસ્પિટલની આખી જૂની બિલ્ડીંગ ફાયર સુવિધા હેઠળ આવરી લેવામાં આવશે
જામનગર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ફાયર સેફટી સુવિધા નહિવત જેવી હતી જે હવે સરકાર દ્વારા આધુનિક ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અંદાજે 8 કરોડના ખર્ચે હાઈડ્રેન સિસ્ટમ, સ્મોક ડિટેન સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ જેવી સુવિધાઓથી સજ્જ ફાયરની સિસ્ટમ આખા જૂની બિલ્ડિંગમાં લગાવવામાં આવશે, હાલ હોસ્પીટલમાં લગાડેલ ફાયર સિસ્ટમની જગ્યાએ અતિ આધુનિક સિસ્ટમ જૂની બિલ્ડિંગના તમામ વોર્ડ, ઓફિસો, વિભાગોને આવરી લેવામાં આવશે જે આગામી એક મહિના સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થશે અને આ બિલ્ડીંગ સંપૂર્ણપણે ફાયર સેફટી સિસ્ટમથી સજ્જ બની જશે