Connect Gujarat
ગુજરાત

જામનગર : રણજીતનગરમાં રમતાં રાસની છે બોલબાલા, જુઓ અંગારા પર થતો અલાયદો રાસ

જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની જામનગર શહેરમાં રંગેચંગે ઉજવણી કરાય રહી છે

X

જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની જામનગર શહેરમાં રંગેચંગે ઉજવણી કરાય રહી છે. શહેરના રણજીતનગરમાં યોજાતાં અવનવા રાસ લોકોમાં આર્કષણનું કેન્દ્ર બનતાં હોય છે...

નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ તાલીરાસ, પંચીયારાસ, ટિપ્પણી રાસ, દાંડિયા રસ અને ચોકડીરાસ જેવા વિવિધ રાસ રમતા હોય છે પરંતુ જામનગરનું એક ગરબી મંડળ છે જે છેલ્લા સાત દાયકાથી પોતાને ત્યાં રમતા અવનવા રાસના કારણે પ્રખ્યાત છે. જામનગર ના રણજીતનગર વિસ્તારમાં યોજાતા પટેલ યુવક ગરબી મંડળના મશાલ રાસ દાંતરડા રાસ અને તલવાર રાસ લોકોમાં આર્કષણનું કેન્દ્ર બનતાં હોય છે.મશાલ રાસમાં ખેલૈયાઓ સળગતી મશાલ હાથમાં લઈ ગરબી રમે છે અને ગરબાના છેલ્લે આ જ મશાલના અંગારા નીચે જમીન પર પાડી તેના અંગારા પર ઉઘાડા પગે ખેલૈયાઓ ગરબીના સ્ટેપ લે છે.

ખેલૈયાઓ જ્યાં રમે છે ત્યાં સર્કલ બનાવવામાં આવે છે અને આ સર્કલની અંદર ખેલૈયાઓ રમે છે ત્યારે તે સર્કલમાં આગ લગાવવામાં આવે છે અને સર્કલની અંદર પણ સળગતા કપાસિયા ઠાલવવામાં આવે છે જે સળગતા કપાસિયા પર ખેલૈયાઓ રમે છે.આ ગરબીની બીજી ખાસ વાત એ છે કે આ ગરબીમાં બે પેઢી થી એટ્લે કે પિતાજી પણ ભૂતકાળમાં આ ગરબી માં રમ્યા હોય અને તેનો પુત્ર હાલ આ ગરબી માં રમતો છે.

Next Story