Connect Gujarat
ગુજરાત

ગુજરાત ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન, બોગસ બિલિંગને ડામવા રાજ્યભરમાં દરોડા...

GST વિભાગ અને ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બોગસ બીલીંગને ડામવા માટે GST દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે,

ગુજરાત ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન, બોગસ બિલિંગને ડામવા રાજ્યભરમાં દરોડા...
X

GST વિભાગ અને ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બોગસ બીલીંગને ડામવા માટે GST દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ત્રીજા તબક્કાની રેડમાં 20 પેઢી પર દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં તમામ 20 કંપનીઓ બોગસ હોવાનું પ્રકાશમાં આવવા પામ્યું હતું. બોગસ કંપની બોગસ બિલ થકી રૂ. 27.04 કરોડની કર ચોરી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના 7 સ્થળે દરોડા કરી 4 પેઢી પર કાર્યવાહી કરવામાં આવી હતી. તો વડોદરામાં પણ GST વિભાગ દ્વારા 5 પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યારે સુરતમાં 16 સ્થળો પર 11 પેઢી પર દરોડા પાડી સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 25 જગ્યા અને 20 પેઢી પર દરોડા કરી કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા પડ્યાની જાણ થતા 18 લોકો ફરાર થઈ ગયા હતા. જેમને પકડવાની કાર્યવાહી હાધ ધરાઈ છે, જ્યારે 12 નવેમ્બરે 50 બોગસ પેઢી અને 29 નવેમ્બરે 40 બોગસ પેઢી પર જીએસટી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાઈ હતી, ત્યારે 20 કંપનીઓએ 145 કરોડના બીલ ઇસ્યુ કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ જીએસટી વિભાગ તેમજ એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાં 140થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં એટીએસ અને જીએસટી વિભાગની ટીમ દ્વારા અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી 90થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જેમાં બોગસ બિલિંગમાં કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાની આશંકા છે.

Next Story