Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ: રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ગેંગના 3 સાગરીતોની ધરપકડ

જુનાગઢમાં પેસેન્જર રિક્ષામાં મુસાફરોને બેસાડી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

જુનાગઢમાં પેસેન્જર રિક્ષામાં મુસાફરોને બેસાડી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ સહિત અન્ય શહેરોમાં પેસેન્જર રીક્ષાના ઓથા હેઠળ મુસાફરોને રિક્ષામાં બેસાડી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના 3 શખ્સોને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.જેમાં દિપક કરમસી સોલંકી, રવિ ભીખા સોલંકી, અને સાગર મનસુખ અબસાણીયા નામના 3 શખ્સોએ આવી 100 જેટલા ગુનાઓ આચર્યાની કબૂલાત આપી હતી. ઝડપાયેલા 3 શખ્સો અલગ અલગ જિલ્લામાં પેસેન્જર રીક્ષા ફેરાના ઓથા હેઠળ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતની ભીડભાડ વાળી જગ્યા પરથી મુસાફરોને રિક્ષામાં બેસાડી મુસાફરોના ખીસા અને બેગમાં રહેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ અને મોબાઈલ ફોનની સિફટતા પૂર્વક ચોરી કરી ગુનાઓ આચરતા હતા. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે મજેવડી દરવાજા ગરનાળા પાસેથી ઝડપી લઈ કુલ 4 ગુનામાં ચોરેલ રોકડ રકમ ,મોબાઈલ ફોન અને 2 ઓટો રીક્ષા સહિત કુલ 5, 18, 500 નો મુદામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી

Next Story