Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: દરગાહનું દબાણ હટાવવાના મામલે પોલીસ અને ટોળા વચ્ચે અથડામણ, DySP સહિત 5 ઇજાગ્રસ્ત

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી

X

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતીજે બાબતે ટોળા અને પોલીસ વચ્ચે અથડામણનો બનાવ સામે આવ્યો છે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી અને પાંચ દિવસમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે મનપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેને લઇ મોડી રાત્રે લઘુમતી સમાજના લોકોના ટોળા એકત્રિત થયા હતા. જ્યાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પથ્થરમારો થતા પોલીસ દ્વારા ટીયરગેશ છોડવામાં આવ્યા હતા. જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા પીએસઆઇ મારુ તેમજ અન્ય પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી. હાલમાં સમગ્ર સ્થિતિને કાબુમાં લેવા જૂનાગઢ પોલીસે 174 લોકોને ઝડપી લીધા છે, તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગ પણ શરૂ રાખવામાં આવ્યું છે. સમગ્ર ઘટના બનતા જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. મજેવડી ગેટ વિસ્તારમાં પુરી રાત કોમ્બિંગ કરાયું હતું. જેમાં 174થી વધુ લોકોને રાઉન્ડ ઓફ કર્યા હતા. તેમજ સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ અથડામણમાં એક વ્યક્તિનું પણ મોત હોવાનું સામે આવ્યું છે.

Next Story