જુનાગઢ: 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી,તૈયારીઓને અપાયો આખરી ઓપ

જુનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

New Update
જુનાગઢ: 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી,તૈયારીઓને અપાયો આખરી ઓપ

જુનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

જુનાગઢમાં 75માં પ્રજાસતાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલની ઉપસ્થિતિમાં ઉજવણી પ્રસંગે બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે કાર્યકરમના રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના રિહર્સલ વખતે આઇજી નિલેશ જાજડિયા, એસ.પી.હર્ષદ મહેતા,કલેકટર અનિલ રાણાવસિયા તેમજ કમિશનર રાજેશ તન્નાએ ફાઈનલ રિહર્સલ નિહાળ્યું હતું.આ કાર્યક્રમમાં ખાસ કરીને કોસ્ટ ગાર્ડ, બાઈક કરતબ, મહિલા પોલીસ દ્વારા શૌર્ય , સ્ટેચ્યુ ઓફ યુનિટી , ચંદ્રયાન સિદ્ધિ સહિતના ભવ્ય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે તેમજ મધ્યપ્રદેશના પોલીસ જવાનો દ્વારા ખાસ પ્રસ્તુતિ પ્રથમ વખત જૂનાગઢ ખાતે થનાર હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Latest Stories