જુનાગઢ : સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ જતાં કેશોદના પ્રાસલી ગામની 21 વર્ષીય યુવતીનો આપઘાત...

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ ગયેલી યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

જુનાગઢ : સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ જતાં કેશોદના પ્રાસલી ગામની 21 વર્ષીય યુવતીનો આપઘાત...
New Update

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ ગયેલી યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

જુનાગઢના કેશોદના પ્રાસલી ગામે રહેતી 21 વર્ષીય યુવતી છેલ્લા ઘણા સમયથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહી હતી. જોકે આ પરીક્ષાઓમાં યુવતીને નિષ્ફળતા મળી રહી હતી. જેનાથી નાસીપાસ થયેલી યુવતીએ છેવટે આત્મઘાતી પગલું ભર્યું હતું, અને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. યુવતીના આ પગલાથી સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો, અને શોકમાં ગરકાવ થઈ ગયો છે. બનાવની જાણ થતાં કેશોદ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#Prasli village #CGNews #Junagadh #Keshod #exams #Gujarat #failing #committed suicide
Here are a few more articles:
Read the Next Article