-
રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સનો બનાવ
-
વિદ્યાર્થીને તેના સહપાઠીઓએ માર્યો માર
-
પટ્ટા તેમજ ઢીકાપાટુના મારથી વિદ્યાર્થી ઘાયલ
-
ઈજાગ્રસ્ત વિદ્યાર્થી સારવાર હેઠળ
-
ઘટનામાં પોલીસ ફરિયાદની તજવીજ
રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતા ધોરણ 12ના વિદ્યાર્થીને તેનાજ સહપાઠીઓ દ્વારા ઢોર માર મારવામાં આવતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટના ખાંભલા વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 12માં અભ્યાસ કરતા જૈમીન વાળાને તેની સાથે જ અભ્યાસ કરતા 8 થી 10 વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં બોલાવીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
અગાઉના મન દુઃખમાં વિદ્યાર્થીઓએ સમાધાન કરી લીધા બાદ પણ તેને હોસ્ટેલના રૂમમાં બોલાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો.શરીર ઉપર પટ્ટા અને ઢીકા પાટુના મારના નિશાન જોવા મળી રહ્યા છે.અને ભોગ બનનાર જૈમીન વાળાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગત તારીખ 8 માર્ચના રોજ તેની સાથે અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ એ જૈમીનને પોતાના રૂમમાં બોલાવ્યો હતો અને અમારી કેમ મજાક કરી હતી,તેમ કહીને પટ્ટા લાત અને હાથ વડે તેને ઢોર માર માર્યો હતો.ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા ચાલુ હતી,તેથી તેની રિસીપ્ટ લઈ લેવા ઉપરાંત કોઈને કહીશ કે ફરિયાદ કરીશ તો રિસીપ્ટ ફાડી નાખવામાં આવશે તેવી ધમકી આપી હતી.
ડરી ગયેલો જૈમીન વાળા કોઈને પણ જાણ કર્યા વગર સહન કરતો રહેતો હતો,અને ધોરણ 12નું અંતિમ પેપર આપીને તેમના પિતાને ફોન કર્યો હતો અને તેને પરત ઘરે લઇ જવા માટે કહ્યું હતુ.સમગ્ર ઘટના અંગેની જાણ થતા જ માતા પિતા સ્તબ્ધ થઇ ગયા હતા,અને પ્રથમ જૈમીનને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો.અને આ અંગે તેને પોલીસ ફરિયાદ પણ કરવાની તજવીજ હાથ ધરી છે.