Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ: તંત્રનો સરાહનીય પ્રયાસ,જંગલમાં મતદાન મથક ઉભુ કરાશે

જૂનાગઢ જિલ્લામાં જંગલ મધ્યે આવેલ કનકાઈ મંદિરે અલ્પ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક ઉભુ કરવામાં આવશે.

X

જૂનાગઢ જિલ્લામાં જંગલ મધ્યે આવેલ કનકાઈ મંદિરે અલ્પ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક ઉભુ કરવામાં આવશે.

સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ,રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર જાહેર લગભગ કરી ચુક્યા છે ,ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદરથી 30 કિલોમીટરના અંતરે ગીર જંગલ મધ્યે લોકોમાં આસ્થાનું કેન્દ્ર સમુ અતિ પ્રાચીન શ્રી કનકાઈ માતાજીનું મંદિર આવેલ છે, આ સ્થળે પહોંચવું એ ખૂબ જ વિકટ રસ્તો પાર કરી કનકાઈ પહોંચી શકાય છે ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં કનકાઈ વિસ્તારમાં 200 જેટલા મતદારો માટે તંત્ર દ્વારા ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે, જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાના જણાવ્યા મુજબ અહીંના મતદારો માટે પીવાનું પાણી, અને ટોયલેટ સહિતની વ્યવસ્થાઓ ચૂંટણી પંચની ગાઈડ લાઇન મુજબ અહીં વર્ષોથી પોલિંગ બુથ કાર્યરત કરવામાં આવે છે, લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં એક એક મતની કિંમત હોઈ છે ત્યારે કોઈ પણ મતદાતા પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે આયોજન હેતુ તંત્ર દ્વારા મતદાન મથક ઉભું કરવામાં આવે છે

Next Story