જૂનાગઢ: નવરાત્રી બાદ 3 દિવસ ગરબા મંડળની 21 હજાર દીકરીઓને ભોજન જમાડવાની અનોખી પરંપરા

જૂનાગઢમાં વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર નવરાત્રી બાદ વિવિધ ગરબા મંડળની 21000 દીકરીઓને ભોજન જમાડવામાં આવે છે

New Update

જૂનાગઢમાં આદ્યશક્તિના પર્વ નવરાત્રીની પુર્ણાહુતી

નવરાત્રી બાદ દીકરીઓને જમાડવાની પરંપરા

21 હજાર દીકરીઓને જમાડવામાં આવે છે

3 દિવસ સુધી ચાલે છે કાર્યક્રમ

કોટેચા પરિવાર દ્વારા દીકરીઓને જમાડાય છે

જૂનાગઢમાં વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર નવરાત્રી બાદ વિવિધ ગરબા મંડળની 21000 દીકરીઓને ભોજન જમાડવામાં આવે છે
નવરાત્રી બાદ  વિવિધ ગરબા મંડળની 21000 દીકરીઓને ભોજન કરાવાની અનોખી પરંપરા વર્ષોથી શરૂ કરવામાં આવી છે. સતત ત્રણ દિવસ સુધી જૂનાગઢના અગ્રણી એવા ગિરીશ કોટેચા પરિવાર દીકરીઓને પ્રેમભાવથી જમાડે છે.આ અંગે ગિરીશ કોટેચા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે  17 વર્ષ પહેલાં શરૂ કરેલી પરંપરા આજે પણ અવરિત શરૂ છે.જગદમ્બા સ્વરૂપ દીકરીઓનું પૂજન કરી સનેહભાવથી સ્વહસ્તે જમાડવામાં અનોખો આનંદ આવે છે. ગિરનાર રોડ સ્થિત કોટેચા નિવાસમાં તેરસ,ચૌદસ અને પૂનમ એમ ત્રણ દિવસમાં ગરબી મંડળની  21000  બાળકીઓને બસ દ્વારા આવવા-જવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે.
#Gujarat #CGNews #Junagadh #Navratri #tradition #Garba Mandal
Here are a few more articles:
Read the Next Article