જુનાગઢ : 'AAP'ના લીગલ જોઇન્ટ સેક્રેટરી સહિત બે આરોપીની ધરપકડ,નકલી સોલવન્સી સર્ટિફિકેટ બનાવવાનો આરોપ

આમ આદમી પાર્ટીના લીગલ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ કાનાણી અને મનસુખ પાટરીયા સામે નકલી સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરવા બદલ ધરપકડ કરવામાં આવી

New Update
  • નકલી સોલવન્સી સર્ટિફિકેટ બનાવવાનો મામલો

  • યુનિયન બેંકના બોજાના સર્ટિફિકેટમાં કરી હતી છેડછાડ   

  • AAPના લીગલ જોઈન્ટ સેક્રેટરી સહિત બે આરોપીની ધરપકડ

  • નકલી સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરવા બદલ નોંધાઈ ફરિયાદ

  • SOGએ બે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી

જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના લીગલ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ કાનાણી અને મનસુખ પાટરીયા સામે નકલી સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.આ સર્ટિફિકેટનો ઉપયોગ કોર્ટમાં જામીન મેળવવા માટે કરવાનો હતો.

જૂનાગઢ જિલ્લાના વિસાવદરના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આર.એન. ખોડભાયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસારઆરોપી મનસુખ પાટરીયાને રૂપિયા 75,000ના સોલવન્સી સર્ટિફિકેટની જરૂર હતી. જોકેયુનિયન બેંક ઓફ ઈન્ડિયાની વિસાવદર શાખામાં તેના એકાઉન્ટ પર રૂપિયા 3.36 લાખ ઉપરાંતનો બોજો હતોજેના કારણે તેને માત્ર રૂપિયા 64,730નું જ સોલવન્સી સર્ટિફિકેટ મળી શકતું હતું.

આ કામ માટે મનસુખ પાટરીયાએ ધર્મેશ કાનાણીનો સંપર્ક કર્યો હતો,જેમણે આર્થિક લાભ માટે રૂપિયા 7,000 લઈને નકલી સોલવન્સી સર્ટિફિકેટ બનાવવાની જવાબદારી લીધી હતી. ધર્મેશ કાનાણીએ યુનિયન બેંકના બોજાના સર્ટિફિકેટમાં છેડછાડ કરી રૂપિયા 3,36,997.30ના બોજામાંથી 3 લાખનો અંક દૂર કરી તેને માત્ર રૂપિયા 36,997.30નો બોજો દર્શાવ્યો હતો. આ રીતે નકલી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદધર્મેશે પોતાના નામના સ્ટેમ્પ પેપર પર મનસુખ પાટરીયાના નામે ખોટું સોગંદનામું બનાવીનેચેડાં કરેલા સર્ટિફિકેટ સાથે મામલતદાર કચેરીમાં અરજી રજૂ કરી હતી. આ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કોર્ટમાં જામીન મેળવવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો.

આરોપી ધર્મેશ હરીભાઈ કાનાણી આમ આદમી પાર્ટી (આપ)ના સક્રિય કાર્યકર્તા છે. તેઓ 'આપ'ના લીગલ ડિપાર્ટમેન્ટમાં જુનાગઢ જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયેલા છે. તેઓ ગોપાલ ઇટાલિયાની વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં પણ વ્યક્તિગત રીતે કામ કરી ચૂક્યા છે અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો તૈયાર કરવાની જવાબદારી સંભાળતા હતા.