/connect-gujarat/media/post_banners/c25bc2a57f0a4833709b7bebe923a3b02f3657e09760348e5458d03a5a6d335c.jpg)
જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલ મકાન ધરાશાયી થતાં લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલ દાતાર રોડ પર એક માળનું મકાન અચાનક ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. કડિયાવાડ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીક હોવાથી 4 લોકો અંદર દટાયા હોવાની શંકા હાજર લોકોએ વ્યક્ત કરી હતી, ત્યારે બનાવના પગલે પોલીસ તંત્ર અને લોકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ મકાનની નીચે દુકાનો પણ હતી. જોકે, આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. ઘટના સ્થળે મનપા તંત્ર, પોલીસ અને જુનાગઢના ધારાસભ્ય પણ પહોંચ્યા હતા. તો બીજી તરફ, ગંભીર ઘટનાના પગલે NDRFની ટીમ પણ દોડી આવી હતી.