જૂનાગઢ: પતિના આપઘાત બાદ પત્નીએ જીવનલીલા સંકેલી,બે બાળકોએ માતા પિતાની ગુમાવી છત્રછાયા

જૂનાગઢમાં તારીખ 23 ડિસેમ્બરના રોજ શીતલ નગર સોસાયટીમાં 23 વર્ષીય સતીશ પરમારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.પતિ પત્ની વચ્ચે નાની એવી બાબતે

New Update

યુવાન દંપતીએ કર્યો આપઘાત

સામાન્ય ઘરકંકાસમાં ભર્યું અંતિમ પગલું

પતિએ પ્રથમ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ઉત્તરક્રિયાના દિવસે પત્નીએ પણ કરી લીધો આપઘાત

બે માસૂમ બાળકોએ માતાપિતાની ગુમાવી છત્રછાયા 

જૂનાગઢમાં તારીખ 23 ડિસેમ્બરના રોજ શીતલ નગર સોસાયટીમાં 23 વર્ષીય સતીશ પરમારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.પતિ પત્ની વચ્ચે નાની એવી બાબતે ઘર કંકાસ શરૂ થયો હતો,ત્યારે સતીશ પરમારે પોતાના જ ઘરે આત્મહત્યા કરી લેતા પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયું હતું. આ ઘટનાના બે દિવસ બાદ સતીશ પરમારની ઉત્તરક્રિયા રાખવામાં આવી હતી.અને ઉત્તરક્રિયાના દિવસે જ સવારમાં પતિના વિરહમાં પત્ની ગીતાએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.પત્નીએ જ્યારે જીવનલીલા સંકેલી ત્યારે  આ દંપત્તિની સગાઈની તારીખ હતી. માતા અને પિતા બંનેએ અંતિમ પગલું ભરી લેતા બે સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી.સર્જાયેલી ઘટનાને પગલે મૃતકોના પરિવારજનો અને સ્થાનિક રહીશોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી.ઘટના સંદર્ભે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને જરૂરી તપાસ શરૂ કરી છે. 

Latest Stories