-
તા. 24 મે-2025 બાદ અરબી સમુદ્ર થશે સિસ્ટમ સક્રિય
-
હવામાન વિભાગ દ્વારા કરાય છે વરસાદની આગાહી
-
ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાય
-
વરસાદ ત્રાટકતા પહેલા ખેડૂતોને કરવામાં આવ્યું સૂચન
-
વાવેતર કરેલ ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા અનુરોધ
આગામી તા. 24 મે-2025 બાદ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે જુનાગઢમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકે તે પહેલા વાવેતર કરેલ ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા ખેડૂતોને સૂચન કરાયું છે.
તાજેતરમાં જુનાગઢ જિલ્લા સહિત રાજ્યભરના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે હાલ વાતાવરણ સ્વચ્છ રહેવા સાથે ગરમીનો પારો પણ ઉચકાયો છે. જેના કારણે ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનું પ્રમાણ પણ વધુ રહ્યું છે. જોકે, હાલ એક અઠવાડિયું વહેલા નેઋત્યના ચોમાસાનો પ્રારંભ અંદમાન નિકોબારથી થયો છે, ત્યારે આગામી તા. 24 મે-2025 બાદ બાદ અરબી સમુદ્રમાં ચોમાસાની ગતિવિધિ વધુ જોવા મળશે.
આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સમુદ્રમાં વાવાઝોડાથી શરૂ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળશે. તેવામાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકે તે પહેલા વાવેતર કરેલ ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા ખેડૂતોને સૂચન કરાયું છે.