Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : કેશોદ એરપોર્ટમાં ફરીથી બે દશકા બાદ વિમાની સેવાનો શુભારંભ,25 કરોડના ખર્ચે કરાયું નવીનીકરણ

X

નવાબી કાળથી બનેલ કેશોદના એરપોર્ટમાં છેલ્લાં બે દશકાથી વિમાની સેવા બંધ હતી જે બાબતે અસંખ્ય રજુઆતો બાદ કેશોદ એરપોર્ટમાં ફરીથી બે દશકા બાદ વિમાની સેવાનો શુભારંભ થયો..

નવાબી કાળથી બનેલ કેશોદના એરપોર્ટમાં છેલ્લાં બે દશકાથી વિમાની સેવા બંધ હતી. જે બાબતે અસંખ્ય રજુઆતો બાદ કેશોદ એરપોર્ટમાં ફરીથી બે દશકા બાદ વિમાની સેવાનો શુભારંભ થયો છે.ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગો જનરલ નિવૃત વી. કે. સિંહ સંસદ રમેશભાઈ ધડુક, સંસદ રાજેશ ચુડાસમા રાજ્ય પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ સહીતમાં નેતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદના એરપોર્ટ ઉદઘાટન અને મુંબઈ કેશોદ મુબઈ નવી ફ્લાઇટ શુભારંભ પ્રારંભે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે કેશોદ એરપોર્ટ જુનાગઢ નવાબે ૧૯૩૦માં સ્થાપીત કર્યુ હતું. જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પચ્ચીસ કરોડના ખર્ચે નવીનીકરણ કરી આધુનિક બનાવી નવી ફ્લાઇટ શુભારંભ કર્યો છે. આગામી સમયમાં કેશોદ અમદાવાદ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તેમજ ૨૭ એપ્રીલથી પોરબંદર દિલ્હી ફલાઈનો શુભારંભ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી.કેશોદ એરપોર્ટનું શુભારંભ થતાં હવે જૂનાગઢ જિલ્લાના પ્રવાસન તેમજ આજુબાજુના જિલ્લાઓના પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ મોટો ફાયદો થશે..

Next Story