-
પીજીવીસીએલની બેદરકારીને કારણે ખેડૂતને નુકસાન
-
શોર્ટ સર્કિટથી ઘઉંના પાકમાં લાગી આગ
-
આઠ વીઘાનો પાક સળગીને ભસ્મીભૂત થઈ ગયો
-
ખેડૂત પણ દાઝી જતાં આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ
-
પીજીવીસીએલે આરોપોને નકારી કાઢ્યા
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે.પીજીવીસીએલની ગંભીર બેદરકારીને પરિણામે ખેડૂત ગટુર ડોડીયાના ખેતરમાં આગ લગતા તૈયાર થયેલો ઘઉંનો પાક અચાનક સળગી ઉઠ્યો હતો. આ ઘટનામાં ખેડૂત પોતે પણ દાઝી ગયા હતા.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે.પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે શોર્ટ સર્કિટને કારણે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી.જેમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો હતો.અને ખુદ ખેડૂત પણ દાઝી ગયા હતા.
ખેડૂતના જણાવ્યા મુજબ, બાજુના ખેતરમાં આવેલી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ ઘટનામાં તેમના લગભગ 7થી 8 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. ગટુરભાઈએ આરોપ મૂક્યો છે કે તેમણે આ સમસ્યા અંગે પીજીવીસીએલના અધિકારીઓને અગાઉથી જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
દાઝી જવાને કારણે ગટુરભાઈને માળીયા હાટીનાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે નસીબજોગે તેઓ અને તેમનું ટ્રેક્ટર બચી ગયા છે.
બીજી તરફ, કેશોદ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ગરચરે ખેડૂતના આરોપોને નકારી કાઢ્યા છે. તેમના મતે, બાજુના ખેતરમાં હાર્વેસ્ટર ચાલુ હતું અને ત્યાં કચરો સળગાવવામાં આવતા આગ લાગી હતી.