જૂનાગઢ : ભવનાથ મંદિરમાં મહંતના વિવાદ વચ્ચે તંત્રએ વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની કરી નિમણૂક

જૂનાગઢ ભવનાથ મંદિરના મહંતને લઈ વિવાદ વચ્ચે જિલ્લા કલેકટર  દ્વારા મંદિરનો કાર્યભાર વહીવટદારને હસ્તક સોંપ્યો હતો,અને પ્રાંત અધિકરીની વહીવટદાર તરીકે નિમણૂક કરી હતી. 

New Update
  • ભવનાથમાં  મહંતને લઈને હતો વિવાદ

  • 31 જુલાઈએ મહંતની મુદત પૂરી થઈ

  • મંદિરના વહીવટ માટે વહીવટદારની નિમણુંક

  • જિલ્લા કલેકટર દ્વારા કરાઈ નિમણુંક

  • પ્રાંત અધિકારીને સોંપાયો મંદિરનો કાર્યભાર

જૂનાગઢ ભવનાથ મંદિરના મહંતને લઈ વિવાદ વચ્ચે જિલ્લા કલેકટર  દ્વારા મંદિરનો કાર્યભાર વહીવટદારને હસ્તક સોંપ્યો હતો,અને પ્રાંત અધિકરીની વહીવટદાર તરીકે નિમણૂક કરી હતી. 

જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલ સ્વયંભૂ શ્રી ભવનાથ મહાદેવ મંદિરના મહંતનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છેમહંત હરિગીરીની મુદત આજરોજ 31 તારીખના પૂર્ણ થઈ છે,અને મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ અંગે વહીવટદાર ચરણસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આજરોજ સાંજના ભવનાથ મંદિરનો ચાર્જ સાંભળવામાં આવશેવહીવટદાર શાસન દરમિયાન ભવનાથ મંદિરનો સારો વિકાસ થાય તેવી કામગીરી કરવામાં આવશે ,તેમજ ભવનાથ ટ્રસ્ટ નીચે આવતા ભવનાથ મંદિર મુસકુંદ ગુફા,પ્રેમગીરી ભવન આ તમામનો કબજો લેવામાં આવશે.ભવનાથ મંદિરના મહંતની આજે મુદત પૂરી થઈ છે એટલે કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Latest Stories