જુનાગઢ : ખાનગી બેન્કના કર્મચારીએ ગ્રાહક સાથે કરી લાખો રૂપિયાની છેતરપિંડી, પોલીસે તપાસ શરૂ...

ખાનગી બેન્કના કર્મચારીએ ગ્રાહક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

New Update
જુનાગઢ : ખાનગી બેન્કના કર્મચારીએ ગ્રાહક સાથે કરી લાખો રૂપિયાની છેતરપિંડી, પોલીસે તપાસ શરૂ...

જુનાગઢ શહેરની ખાનગી બેન્કના કર્મચારીએ ગ્રાહક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, જુનાગઢ શહેરના રાજલક્ષ્મી રોડ પર આવેલ ખાનગી બેન્કના કર્મચારી રાજ મણિયારે બેન્કના જ ગ્રાહક સાથે રૂપિયા 15.25 લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ફરીયાદી ગ્રાહક નયન સૌસાણીએ અલગ અલગ સમયે રૂપિયા 15.25 લાખની ફીક્સ ડિપોઝિટ જમા કરાવી હતી. જેમાં વ્યાજ સાથેની રકમ રૂ. 18.28 લાખ જેટલી થતી હતી. જોકે, આરોપી બેન્ક કર્મચારીએ ફરીયાદીના મોબાઈલમાંથી નેટ બેન્કિંગ મારફતે ફીક્સ ડિપોઝિટ તોડીને તે રકમ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધી હતી. આરોપીએ બેન્ક એકાઉન્ટ મેન્ટેનન્સ ચાર્જ ભરવો ન પડે તેવું બહાનું બતાવીને ફરીયાદી ગ્રાહક પાસેથી સહીવાળો ચેક પણ મેળવી લીધો હતો, ત્યારે સમગ્ર મામલે ગ્રાહકે છેતરપિંડી આચારનાર બેન્ક કર્મચારી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.