Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માત થશે તો માલિક સામે ગુનો નોંધાશે

જુનાગઢમાં રસ્તે રખડતા પશુઓનો આતંક, મહાનગર પાલિકાએ બહાર પાડ્યું જાહેરનામું.

X

જૂનાગઢ શહેરના રાજમાર્ગો પર અડીંગો જમાવીને બેઠા રહેતા માલિકીના અને બિનવારસી રખડતા પશુઓના કારણે અકસ્માત સહિતના બનાવો બને છે ત્યારે મહાનગર પાલિકાએ જાહેરનામું બહાર પાડી ઢોરના માલિક સામે ગુનો દાખલ કરવાની સૂચના આપી છે.

જૂનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ છે. તેમાય મોટા ભાગે પશુઓ માલિકીના હોય છે. જેના લીધે શહેરમાં ગંદકી, ટ્રાફિકની સમસ્યા અને ગંભીર પ્રકારના અકસ્માતો થવાના કારણે જનતાને જાનનું જોખમ ઉભું થયું છે.આથી મહાનગર પાલિકાના કમિશ્નર રાજેશ તન્નાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલનનો ધંધો કરતા પશુપાલકો તથા માલધારીઓને માટે તેમના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવી પરવાના લેવા માટે તા.૩૦ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં ફરજીયાત બનાવ્યું છે.

આ નોધણી નિશુલ્ક કરવામાં આવી છે. તેમજ પશુ માલિકોએ તેઓના પશુઓને જાહેર રસ્તાઓ ઉપર રખડતા ન મુકવા તથા પોતાના કબજા હેઠળ રાખવા જણાવ્યું છે.જે કોઈ આનો ભંગ કરતા પકડશે તેની સામે ત્રાસદાયક કૃત્ય કરવા માટેની ફરિયાદ અન્વયે શિક્ષા મુજબ શિક્ષાપાત્ર થશે.રખડતા પશુઓના કારણે અકસ્માત થાય છે. પશુઓના કારણે થતા અકસ્માત સબબ ગુનાહિત બેદરકારી બદલ આઈપીસી ૩૦૪ હેઠળ સજા તેમજ વળતર ચુકવવાની જવાબદારી જે તે પશુ માલિકની રહે છે.

Next Story