/connect-gujarat/media/post_banners/8efe76044ee48fe096f643fd7c1e543035f864bdd8266f89d693e43d81112ac4.jpg)
જૂનાગઢના માંગનાથ રોડ પર ગત દિવાળીના દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢના માંગનાથ રોડ પર ગત દિવાળીના દિવસે એક આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાનો હાથફેરો કરી ફરાર થઇ જનાર મહેસાણાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ગત દિવાળી પર્વના દિવસે શહેરના માંગનાથ રોડ પર આવેલ ગણેશ નામની આંગણીયા પેઢીમાં ચોરીનો બનાવ બન્યો હતો, આ બનાવની શહેરના એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ હતી .પોલીસે ફરિયાદના આધારે 8 લાખ 45 હજારની રોકડ રકમની ચોરી કરનાર મૂળ મહેસાણાના હરેશ ચાવડાની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવા તજવીજ હાથ ધરી છે, આ બનાવમાં મુખ્ય સૂત્રધાર હરેશ ચાવડા અને અન્ય સાહેદો મળી કુલ 8 લાખ 45 હજારની રકમની ચોરી કરી હતી. હાલ પોલીસ વધુ વિગતો માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.