Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : કથિત તોડકાંડ મામલે ATSની કાર્યવાહી, આરોપી તરલ ભટ્ટને કોર્ટ સમક્ષ રજૂ કરાયો...

જુનાગઢના કથિત તોડકાંડ કેસ મામલે ATS દ્વારા આરોપી તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

X

જુનાગઢના કથિત તોડકાંડ કેસ મામલે ATS દ્વારા આરોપી તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

જુનાગઢના કથિત તોડકાંડના આરોપી તરલ ભટ્ટને એક સમયે અમદાવાદ શહેરની સૌથી મહત્વની જગ્યાએ પોસ્ટિંગ મળ્યું હતું. જોકે, ત્યારબાદ વિવાદ થતાં જુનાગઢ બદલી કરી દેવામાં આવી હતી. જુનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત ATS દ્વારા તેમના જ એક સમયના સાથી સામે તપાસની શરૂઆત કરવામાં આવી છે. એ જ રીતે એક સમયે અલગ-અલગ તપાસમાં મદદ કરતા તરલ ભટ્ટ હવે ATSના આરોપી બન્યા છે. તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તે મુખ્ય આરોપી છે. સમગ્ર મામલે ગુજરાત ATSની ટીમ તરલ ભટ્ટને લઈને જુનાગઢ કોર્ટ પહોચી હતી, જ્યાં તપાસના મુદ્દા માટે તૈયાર કરાયેલી અરજી કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ રિમાન્ડની પણ માંગણી કરવામાં આવી હતી. ATS દ્વારા સમગ્ર કેસમાં સંખ્યાબંધ પુરાવા ભેગા કરાયા છે, ત્યારે પુરાવાના આધારે તરલ ભટ્ટ સામે મોટાભાગના પુરાવા એકત્ર થયા હોવાની પણ ATSના અધિકારી પાસેથી વિગતો જાણવા મળી છે.

Next Story