Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ભાદરવી અમાસે પિતૃ તર્પણ માટે દામોદર કુંડ ખાતે ઊમટ્યું ભાવિકોનું ઘોડાપૂર….

આજે શ્રાવણ મહિનો સમાપ્ત થયો છે અને ભાદરવી અમાસ છે. હિન્દુ સંસ્કૃતિમાં અમાસનું ખૂબ જ મહત્વ રહેલું છે

જુનાગઢ : ભાદરવી અમાસે પિતૃ તર્પણ માટે દામોદર કુંડ ખાતે ઊમટ્યું ભાવિકોનું ઘોડાપૂર….
X

આજે શ્રાવણ મહિનો સમાપ્ત થયો છે અને ભાદરવી અમાસ છે. હિન્દુ સંસ્કૃતિમાં અમાસનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે દામોદર કુંડને ગંગા જેટલો જ પવિત્ર માનવામાં આવે છે અને આ દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે તેમજ મોક્ષ પીપળાને પાણી રેડવા બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. દામોદર કુંડ ખાતે નરસિંહ મહેતાએ પણ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યાનું સંસ્કૃતિના પુસ્તકોમાં ઉલ્લેખ છે. ગિરનારના ભવનાથ ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડનું પુરાણોમાં પણ ઉલ્લેખ છે ત્યારે પૌરાણિક કથા મુજબ બ્રહ્મા તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા અને અને આ યજ્ઞમાં દેવી દેવતાઓ ઉપસ્થિત રહેલા હતા.. આ દામોદર કુંડ સાથે દામોદર રાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવી વદ પાચમને શનિવારે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી અર્પણ કર્યું હતું. તેમજ કાલયવન રાક્ષસના નાશ માટે શ્રીકૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા ત્યારબાદ તેઓ પાવન તીર્થ પર પધાર્યા હતા. ગુજરાતના ઘણા પ્રદેશમાંથી લોકો પોતાના સ્વજનના અસ્થિ પધરાવવા હરિદ્વાર ગંગા નદીના કાંઠે ન જઈ શકતા લોકો અહીં દામોદર કુંડમાં પોતાના સ્વજનોના અસ્થિ પધરાવે છે. અહીંના આસપાસનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ઢંકાયેલો જોવા મળે છે તો બીજી તરફ જુદા જુદા પ્રદેશના લોકો અહીં સ્નાન માટે આવે છે કહેવાય છે કે વીરપુરના સંત જલારામ બાપા ,સતાધારના સંત આપાગીગા ,તેમજ વેલનાથજી અને અનેક સંતોએ આ દામોદર કુંડમાં સ્નાન કર્યા હોવાનું પણ મનાય છે.

Next Story