જુનાગઢ: સિવિલ હોસ્પિટલ આવી ફરી વિવાદમાં, દાંતના ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવી

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા 3 જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે અનેક વખત વિવાદમાં આવેલી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવતા હાલ ચકચાર મચી જવા પામી છે.

New Update

જુનાગઢ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. દાંતના તબીબે દર્દીનો અન્ય દાંત કાઢી નાખતા દર્દી મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે હવે દર્દીના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપવામાં આવી છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા 3 જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે અનેક વખત વિવાદમાં આવેલી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવતા હાલ ચકચાર મચી જવા પામી છે.જૂનાગઢના કરશનભાઇ ભાદરકા નામના વયોવૃદ્ધ દર્દી દાતના ઈલાજ માટે સિવિલ હોસ્પિટલમાં યશ પટેલ નામના તબીબ પાસે આવેલા. દર્દીએ દુખતો અને હલતા બે દાંત કાઢી નાખવાનું જણાવ્યું હતું ત્યારે યશ પટેલે અન્ય દાંત કાઢી નાખતા દર્દી કફોડી હાલતમાં મુકાયા હતા.આ ઘટનાથી દર્દીના પુત્ર વલ્લભ ભાદરકાએ સિવિલ સુપ્રીટેન્ડટને વાત કરતા જવાબદાર ડોકટર સામે જરૂરી કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું અને આવી ઘટના બીજી વખત ન બને તેવી બાહેધરી પણ આપી હતી પરંતુ હાલ સુધી આ જવાબદાર ડોકટર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા દર્દીના પરિવારે ડોકટર સામે પોલીસ ફરિયાદ કરવા તેમજ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે
#બેદરકારી #દાંતના ડોક્ટર #વિવાદ #સિવિલ હોસ્પિટલ #જુનાગઢ
Here are a few more articles:
Read the Next Article