જુનાગઢ : કોમી રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સ્માર્ટ વીજ મીટરનો ઉગ્ર વિરોધ નોંધવાયો...

સ્માર્ટ વીજ મીટર સામે ચારેબાજુ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે જુનાગઢમાં પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવા રણનીતિઓ ઘડાઈ રહી છે.

New Update
જુનાગઢ : કોમી રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સ્માર્ટ વીજ મીટરનો ઉગ્ર વિરોધ નોંધવાયો...

વીજ નિગમના સ્માર્ટ મીટરને લઈને વિરોધનો વંટોળ

કોમી રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન

કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

કોમી રાષ્ટ્રીય એકતા સમિતિએ આપ્યું આવેદન પત્ર

માંગ નહી સંતોષાય તો જન આંદોલનની ચીમકી

જુનાગઢમાં પણ વીજ નિગમના પ્રિ-પેઇડ વીજ મીટર સામે કોમી રાષ્ટ્રીય એકતા સમિતિએ વિરોધ નોંધાવી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. વીજ કંપનીના ખાનગીકરણ અને સ્માર્ટ વીજ મીટરનો હાલ ચોતરફ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે જુનાગઢમાં રાષ્ટ્રીય એકતા કોમી એકતા સમિતિ દ્વારા વિરોધ દર્શાવી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું. હાલ પેઈડ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે.

જેના ચાર્જમાં અનેકગણો વધારો હોવાથી સામાન્ય જનતાને પરવડે તેમ નથી. વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવતું ખાનગીકરણ સામાન્ય લોકો માટે સિરદર્દ બની રહ્યું છે. હાલ સ્માર્ટ વીજ મીટર સામે ચારેબાજુ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે જુનાગઢમાં પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવા રણનીતિઓ ઘડાઈ રહી છે.

Latest Stories