Connect Gujarat
ગુજરાત

જુનાગઢ:ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી,મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાને અપાય રહ્યો છે આખરી ઓપ

ગણપતિ ઉત્સવને લઈ મૂર્તિકારો દ્વારા ગણપતિદાદાની વિવિધ પ્રકારની મૂર્તિઓના નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

X

ગણેશ મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જુનાગઢમાં મૂર્તિકારો દ્વારા પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની પ્રતિમાઓને આખારરી ઓપ આપવામાં આવી રહયો છે

જુનાગઢ શહેરમાં ગણપતિ ઉત્સવને લઈ મૂર્તિકારો દ્વારા ગણપતિદાદાની વિવિધ પ્રકારની મૂર્તિઓના નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને હાલમાં 50% થી વધારે મૂર્તિઓનું બુકિંગ થઈ ગયુ હોવાનું તેમજ દગડુશેઠ લાલ બાગ કા રાજા વગેરે પ્રકારની મૂર્તિઓની ખાસ ડિમાન્ડ લોકોમાં હોવાનું પણ મૂર્તિકારો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ હવે જ્યારે ગણપતિ દાદાની સ્થાપનાને ગણતરીના જે દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં વિવિધ જગ્યાઓ પર મૂર્તિકારો દ્વારા ગણપતિ દાદા ની મૂર્તિઓને ભક્તોની માગણી મુજબ આખરીઓ આપવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને ભવનાથ ખાતે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે તેમાં જ આ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે

Next Story