જૂનાગઢ: ઓઝત-2 ડેમમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો,

જુનાગઢના ઓઝત બે ડેમમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જેના કારણે સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે.

New Update
જૂનાગઢ જિલ્લાનો બનાવ
ઓઝત-2 ડેમમાંથી મળ્યો મૃતદેહ
સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર
કરંટ આપી સિંહની હત્યા કરાય હોવાની શંકા
વન વિભાગે તપાસ શરૂ કરી
જુનાગઢના ઓઝત બે ડેમમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જેના કારણે સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે

જૂનાગઢના વિસાવદર તાલુકાના ઘંટીયાણ અને જુનાગઢ તાલુકાના થુંબાળા ગામની વચ્ચે ઓઝત બે ડેમનો પાણી ભરાવો થાય છે. તેમાં ગત 14 જૂન ના રોજ ગામ લોકોએ તે પાણીમાં એક સિંહના મૃતદેહને તરતો જોયો હતો. જેથી ગામ લોકોએ આગેવાનોને જાણ કરી.વન વિભાગને જાણ કરતા તે સ્થળ પર આવી મૃત સિંહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરેલ હતી. જેમાં પ્રથમ મૃત સિંહનું પીએમ કરી તેમના વિશેરા લઈ એફ એસ એલમાં મોકલવામાં આવેલ છે. અને મૃત સિંહને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગ એ આસપાસના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.જેમાં નાની મોણપરી ગામના મોહનીશ ભાનુશંકરભાઈ રવૈયા ના ખેતરમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે તે ખેતરમાં અમુક શંકાસ્પદ રુવાટીઓ અને સિંહના ફૂટમાર્ક અનેક જગ્યાએ જોવા મળ્યા હતા. જેથી વન વિભાગે મોહનીશ ની ધરપકડ કરી તપાસ અર્થે લઈ ગયા હતા. તેમજ મોહનીશ સાથે અન્ય બે લોકોની પણ ધરપકડ શંકાના આધારે કરવામાં આવી હતી. પરંતુ તે બંને શંકાસ્પદોને રાત્રિના જ છોડી મૂકવામાં આવ્યા હતા. વન વિભાગની પૂછપરછમાં મોહનીશે ગુનો સ્વીકાર્યો ન હતો. જેથી વન વિભાગ એ તેમની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યો હતો.

#વનવિભાગ #મૃતદેહ #સિંહ #ઓઝત #ડેમ #જુનાગઢ
Here are a few more articles:
Read the Next Article