/connect-gujarat/media/post_banners/085aa2dc35c305987380a3e65e6fc51eb24c6b2da6a89748794e056cab76dede.jpg)
જુનાગઢના ઉપરકોટમાં આવેલ રાણકદેવીના મહેલનો ઘુમ્મટ અચાનક ધરાશાયી થયો હતો, ત્યારે કાટમાળ હેઠળ દબાય જતાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જુનાગઢના ઉપરકોટમાં છેલ્લા ઘણા સમયથી રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે અહીં આવેલ રાણકદેવીના મહેલમાં રીનોવેશનની કામગીરી દરમ્યાન અચાનક જ ઘુમ્મટ ધારાશાયી થયો હતો. ઘુમ્મટનો કાટમાળ પડતા ત્યાં કામ કરી રહેલા 4 જેટલા શ્રમિકો કાટમાળ હેઠળ દબાયા હતા. બનાવને પગલે લોકોએ કાટમાળ હટાવી શ્રમિકોને બહાર કાઢ્યા હતા. કાટમાળ નીચે દબાય જતા સોનુંસિંઘ ઠાકોર નામના શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.