Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ડ્રગ્સ લેનારને જેલમાં નહીં, નશામુક્તિ કેન્દ્રમાં મોકલવા જોઈએ : કેન્દ્રિય મંત્રી આઠવલે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે જુનાગઢની મુલાકાતે આવી પહોચ્યા હતા.

X

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે જુનાગઢની મુલાકાતે આવી પહોચ્યા હતા, ત્યારે ગુજરાતમાં ડ્રગ્સ અને પાટીદાર અનામત મુદ્દે તેઓએ મોટું નિવેદન આપ્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે શનિવારના રોજ જુનાગઢની મુલાકાતે આવી પહોચ્યા હતા. ઐતિહાસિક નગરી એવા જુનાગઢને નિહાળી તેઓએ ખુશી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પત્રકાર પરિષદ યોજી ગુજરાતમાં ડ્રગ્સ અને પાટીદાર અનામત મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું.

કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે જણાવ્યુ હતું કે, ડ્રગ્સ લેનારને જેલમાં નહીં, પરંતુ નશામુક્તિ કેન્દ્રમાં મોકલવા જોઈએ. આ સાથે જ નાર્કોટિક્સના કાયદામાં પણ ફેરફાર અને સુધારા કરવા ભલામણ અંગે કેન્દ્રીય મંત્રીએ વિચાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પાટીદાર અનામત મુદ્દે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાટીદારોને ઓબીસીમાં સમાવવા જોઈએ. જોકે આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા પણ કરવામાં આવી છે.

Next Story