New Update
/connect-gujarat/media/post_banners/87a8d23e8e5c3f24baf79f391fdda26ff04a5f53f66e57880d17b976f33bc2cf.jpg)
જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં દિવાળીની રજાઓમાં મજા માળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.
હાલ ચાલી રહેલી દિવાળી પર્વની રજાઓ અને વેકેશનની મજા માણવા લોકો વિવિધ ધાર્મિક દર્શનિય તેમજ ફરવા લાયક સ્થળોની મુલાકાતે ઉમટી પડ્યા છે, ત્યારે જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. નાના બાળકો તેમજ સહેલાણીઓએ પણ સક્કરબાગ ઝૂમાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓને જોઈ ખુશી વ્યક્ત કરી હતી. જોકે, શહેરના અનેક ફરવા લાયક સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડતા છેલ્લા ઘણા દિવસથી જુનાગઢમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
Latest Stories