જુનાગઢ : નકલી MLA બાદ નકલી DYSPની ધરપકડ, પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી

નકલી MLA બાદ નકલી બનાવટી આઈ કાર્ડ રાખી DYSP તરીકે લોકોમાં રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
જુનાગઢ : નકલી MLA બાદ નકલી DYSPની ધરપકડ, પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી

જુનાગઢમાં નકલી MLA બાદ નકલી બનાવટી આઈ કાર્ડ રાખી DYSP તરીકે લોકોમાં રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢમાં તાજેતરમાં નકલી MLA ઝડપાયા બાદ હવે DYSP તરીકેનું બનાવટી આઈ કાર્ડ રાખી DYSPનો હોદ્દો ધારણ કરી લોકો સાથે છેતરપિંડી કરતો અમદાવાદના વિનીતી બંસીલાલ દવે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ જુનાગઢ ફેમીલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જે લોકોને છેતરવા DYSP તરીકેની ઓળખ આપી બનાવટી આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સામાન્ય લોકોને બતાવી સરકારી ડીપાર્ટમેન્ટમાં પોતે ઉચ્ચ અધિકારીઓને ઓળખે છે, તેમ જણાવી સરકારી નોકરી અપાવાની લાલચ આપી લોકો પાસેથી મોટા નાણા પડાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતો હોવાનું સામે આવ્યું છે. જે નકલી DYSPને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે એમ.જી. રોડ પરથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી જુનાગઢ એ’ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.