જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ગામે સસરાએ વહુને ગળો ટુંપો આપી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જૂનાગઢના ભેંસાણ તાલુકાના ચનાકા ગામે સસરા શંભુ ભાઈને પુત્રવધૂ રસીલાબેન બીજાના ખેતરમાં કામ કરવા જાય તે ન ગમતું હોય ગળે ટુંપો આપી હત્યા નીપજાવી હતી. રસીલાબેનને be પુત્રો છે જેમાંથી સુરત રહેતા પુત્રએ ફોન કરતાં માતાએ ફોન ઉપાડયો ન હતો ત્યારે શંકા જતા મામાને કહ્યું હતું.મામાએ તરત જ બહેનના ઘરે જઈ તપાસ કરતા રૂમનું બારણું બંધ હતું.રસીલા બેનના ભાઈ રમેશભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે આવી બારણું તોડી જોતા રસીલાબેનને ગળે ટુંપો દીધેલ હતો અને ચુંદડી ગળે બાંધેલ હતી જયારે બીજો છેડો પંખા સાથે બાંધેલ હતો. ભાઈને શંકા જતા પોલીસ ફરિયાદ કરી હતી.જેથી પોલીસે તપાસ હાથ ધરતા સસરાની પૂછપરછ કરતા શંભુ ભાઈ પડી ભાંગ્યા હતા.શંભુ ભાઈએ કબૂલ્યું હતું કે રસિલાની હત્યા તેણે જ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યુ હતુ કે માથાના ભાગે બોથડ પદાર્થ અને ગળે ટુંપો આપી હત્યા કરી છે આથી પોલીસે શંભુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે