જુનાગઢ: કાયમી કરવાની માંગ સાથે માંગરોળ ખાતે સફાઈ કામદોરોનો ઉગ્ર દેખાવો

જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સફાઈ કામદોરોએ કાયમી કરવાની માંગ સાથે ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કર્યો હતો.

New Update

જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સફાઈ કામદોરોએ કાયમી કરવાની માંગ સાથે ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કર્યો હતો.

જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સફાઈ કામદોરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદોરોના પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છેત્યારે માંગરોળ ખાતે સફાઈ કામદોરોએ કાયમી કરવાની માંગ સાથે ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કર્યો હતો. મહિલા સફાઈ કામદારોએ માનવ સાંકળ બનાવી તેમજ એક મહિલાએ રસ્તા પર આડા સૂઈ જઇ ચક્કાજામ કર્યો હતો. જોકેસફાઈ કામદારોએ ઉગ્ર દેખાવો કરતાં પોલીસે દોડી આવી સફાઈ કામદારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેનિયમ મુજબ સફાઈ કામદારોની માંગ પર ધ્યાન આપવામાં આવશે તેવી માંગરોળ પાલિકાના વહીવટદાર દ્વારા બાહેંધરી અપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.