Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ગિરનાર આરોહણ-અવરોહણની સ્પર્ધા યોજાઇ, ઇનામો આપવામાં અખાડા

જુનાગઢમાં રાજયકક્ષાની આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ઇનામની રકમને લઇ વિવાદ સામે આવ્યો છે.

X

જુનાગઢમાં રાજયકક્ષાની આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ઇનામની રકમને લઇ વિવાદ સામે આવ્યો છે. કોરોના ને લીધે બંધ રહેલી રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં 895 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રાજયકક્ષાના મંત્રી દેવાભાઇ માલમ તથા અન્ય મહેમાનોએ લીલી ઝંડી બતાવીને સ્પર્ધકોને પ્રસ્થાન કરાવ્યું હતું. વિજેતાઓને મહેમાનોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં વિજેતાઓને એક લાખ રૂપિયાની રોકડ રકમના ઇનામો આપવામાં આવતાં હતાં પણ આ વર્ષે માત્ર પ્રમાણપત્રો અને ટ્રોફી આપવામાં આવતાં વિજેતાઓમાં કચવાટ જોવા મળ્યો હતો. આ બાબતે જુનાગઢના મેયરે જણાવ્યું હતું કે, રોકડ રકમ આપવામાં આવશે પણ આ વખતે પધ્ધતિમાં ફેરફાર કરાયો છે. વિજેતાઓને ઇનામની રકમ તેમના ઘરે પહોંચાડવામાં આવશે. હવે જોવું રહયું કે મેયરનો વાયદો કેટલો સાચો ઠરે છે.

Next Story