Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : આરોગ્ય કેન્દ્ર ખાતે શરૂ કરાયા હેલ્થ ATM, બીપી, સુગર સહિત અનેક ટેસ્ટો આસાનીથી કરી શકાશે.....

ગુજરાતનું સૌ પ્રથમ હેલ્થ ATM જુનાગઢ જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વડાલ ગામ ખાતે પણ આવું જ હેલ્થ એટીએમ રાખવામાં આવેલ છે.

X

જુનાગઢ જિલ્લાના વડાલ ખાતે ગુજરાતનું સૌપ્રથમ હેલ્થ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓ બીપી, સુગર, હાઈટ અને વેઇટની માપણી સહિતના કાર્ય આસાનીથી કરી શકશે.

ગુજરાતનું સૌ પ્રથમ હેલ્થ એટીએમ જુનાગઢ જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વડાલ ગામ ખાતે પણ આવું જ હેલ્થ એટીએમ રાખવામાં આવેલ છે. જુનાગઢ જિલ્લામાં એક નહીં પરંતુ આવા કુલ 49 હેલ્થ એટીએમ જુદા જુદા આરોગ્ય કેન્દ્ર ખાતે મૂકવામાં આવ્યા છે. અહીં બીપી, સુગર, હાઈટ અને વેઇટની માપણી સહિતના કાર્ય આ મશીન દ્વારા આસાનીથી થઈ શકે છે. આ ઉપરાંત કાન, નાક અને ગળાની સમસ્યા હોય કે ચામડીનો ટેસ્ટ હોય તે પણ મશીનના સહારે આશાનીથી કરી શકાય છે. આરોગ્ય કેન્દ્ર ખાતે આવતાં દર્દીઓએ આ નવતર સુવિધાને આવકારી હતી અને ડિજિટલ યુગમાં વધુ એક ડિજિટલ સુવિધાનો ઉમેરો થયો હોય તેવું તેઓએ જણાવ્યું હતું. આ વિશે વધુમાં જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Next Story