/connect-gujarat/media/post_banners/ded7a796523b310a6d37ed86b7841361a2d52e8b6d147faf2275ff5712deec62.jpg)
જુનાગઢના ગરવા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધના અમલવારી મુદ્દે ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જુનાગઢના ભવનાથ ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા યાત્રાળુઓને પીવાનું પાણી પૂરું પાડવા મામલે અને પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગિરનાર સીડી વેપારી એસોસિએશને રજૂઆત કરી હતી કે, વેપારીઓને ધરાર અમલવારી કરાવવા ધાકધમકી અપાતી હોવાથી વેપારીઓએ ધરણા પર બેસવાનો વારો આવ્યો છે. આ સાથે જ વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખવાની ફરજ પડી હતી. ભારતમાં 24 રિઝર્વ ફોરેસ્ટ અને 11 અભ્યારણ્યો છે, તેનો અભ્યાસ કરી જે યાત્રાધામોને સુવિધાઓ મળે છે, તે સુવિધાઓ ગિરનાર સીડી વેપારીઓને પણ મળવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે, ત્યારે આગામી મહાશિવરાત્રીના મેળામાં પીવાના પાણી અને વેપારીઓ પર થતી જોહુકમી તાકીદે બંધ કરવામાં આવે તેવું ગિરનાર સીડી વેપારી એસોસિએશને જણાવ્યુ હતું.